સોશિયલ ડિસ્ટસિંગ અને લોકડાઉનનો લાભ દેશને મળ્યો : વડા પ્રધાન મોદી

– ઝડપી નિર્ણયો ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિની કલ્પના કરતાં જ રૂંવાડા ઉભા થઈ જાય

દેશમાં જ્યારે એક પણ કેસ ન હતો ત્યારે વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ શરૂ કરી દીધું હતું. જ્યારે 100 કેસ થયા ત્યારે વિદેશથી આવનારા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા. જ્યારે દેશમાં 500 કેસ થયાં ત્યારે ભારતે લોકડાઉનનો નિર્ણય લીધો. દેશે સમસ્યા વધવાની રાહ નથી જોઇ. જેવી સમસ્યા દેખાઇ તે જ સમયે તેને રોકવાનો પૂરતો પ્રયાસ કર્યો.

આ એવુ સંકટ છે જેમાં કોઇપણ દેશ સાથે તુલના કરવી યોગ્ય નથી. છતાં કેટલીક હકીકતોને આપણે નકારી ન શકીએ. તે પણ એક હકીકત છે કે જો દુનિયાના મોટા સામર્થ્યવાન દેશોના કોરોનાના આંકડા જોઇએ તો તેની તુલનામાં ભારત સ્થિર સ્થિતિમાં છે. એક મહિના પહેલાં ઘણાં દેશો કોરોના સંક્રમણના મામલે ભારતની બરાબર હતાં આજે તે દેશોમાં ભારતની તુલનામાં કોરોનાના કેસ 25થી 30 ગણા વધી ગયાં છે.

ભારતે ઇન્ટીગ્રેટેડ અપ્રોચ ન અપનાવ્યો હોત સમયે ઝડપી નિર્ણયો ન લીધાં હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત તેની કલ્પના કરતાં જ રૂંવાડા ઉભા થઇ જાય છે પરંતુ પાછલા દિવસોના અનુભવોના આધારે આપણે જે રસ્તો અપનાવ્યો છે. તે જ આપણા માટે યોગ્ય છે. સોશિયલ ડિસ્ટસિંગ અને લોકડાઉનનો લાભ દેશને મળ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.