હાલ લોકો કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ હોય લોકોના ધંધા પર પણ અસર પડી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો કરવામાં નહીં આવે.આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી શાળાને લાગુ પડશે એટલું જ નહીં પરંતુ જે તે વાલી સગવડ પ્રમાણે જરૂર જણાય તો છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ત્રિમાસિક ફી ભરવાને બદલે માસિક ફી ભરવાની પણ સંમતિ અપાશે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની માહિતી આપી હતી.
મુખ્યમંત્રીના સચિવે અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી હતી. સરકારના નિર્ણય મુજબ કોઈ પણ સ્કૂલ પહેલી જૂન પહેલાં ખૂલવાની નથી, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા અંગે અત્યારે જે અનિશ્ચિતતા છે તે અંગે 17મીએ વેકેશન ખુલ્યા બાદ નિર્ણય લેવાશે. આ ઉપરાંત, સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પણ 1 જૂન બાદ જ શરુ કરવામાં આવશે.
રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓમાં તા. 15 એપ્રિલથી 16મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજો- યુનિવર્સિટીઓની પરીક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરાશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.