– ડિસેમ્બરમાં પ્રથમ વાર દેખાયેલો વાઈરસ ખરેખર ક્યાંથી આવ્યો તેનો જવાબ હજુ પણ મળ્યો નથી!
કોરોનાવાઈરસ અંગે ચીની સરકારનું વલણ શંકાસ્પદ રહ્યું છે. ચીની સરકારે વધું એક પગલું ભર્યું છે, જેનાથી ચીની સરકાર શંકાના દાયરામાં આવી છે. ચીની સરકારે નોટીસ આપી છે કે કોઈ સંશોધકોએ વાઈરસના મૂળ-ઉદ્ભવ અંને રિસર્ચ કરવું નહીં. જો કરવું હોય તો પણ ચીની સરકાર એ રિસર્ચ પેપર મંજૂર કરે પછી જ પેપરને પ્રગટ કરવું. પરિણામે થોડા દિવસ પહેલા બે યુનિવર્સિટીઓએ સંશોધન-પત્ર ઓનલાઈન મુક્યું હતું એ તેમણે હટાવી લેવું પડયું હતું.
જગતના ઘણા દેશોને એવી શંકા છે કે વાઈરસ ફેલાવામાં ચીની સરકારનો હાથ છે, પરંતુ નક્કર પુરાવા વગર એ વિશે કોઈ આક્ષેપ ન થઈ શકે. બીજી તરફ ચીની સરકારના એક પછી એક પગલાં શંકાસ્પદ જણાઈ રહ્યા છે. કેટલાક સંશોધકોએ એવો પણ સવાલ કર્યો છે કે જે વાઈરસ આખા જગતમાં ફેલાયો એ આખા ચીનમાં કેમ નથી ફેલાયો? ચીનમાં કેમ એ વાઈરસ અમુક વિસ્તાર પુરતો મર્યાદિત રહ્યો હશે?
ડિસેમ્બરમાં વાઈરસનો પહેલો કેસ ચીનના વુહાનમાં નોંધાયો હતો. દુનિયાભરના સંશોધકો વાઈરસના મૂળ-કૂળ અને બંધારણની ઓળખ કરવા સંશોધન કરી રહ્યા છે. ચીની સંશોધકો પણ તેમાં બાકાત નથી. પરંતુ સરકારના પ્રતિબંધ પછી એવા સવાલો થઈ રહ્યા છે કે વાઈરસના મૂળમાં એવુ શું છે, જે ચીન છૂપાવવા માંગે છે? હકીકત એ પણ છે કે ડિસેમ્બરથી આજ સુધીમાં મહિનાઓ પછી પણ વાઈરસ ખરેખર ક્યાંથી આવ્યો એ જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.