લોકડાઉન વચ્ચે ગરીબો માટે બે ટંકા ખાવાના ફાંફા પડી ગયા છે. સરકાર તો પ્રયાસ કરી જ રહી છે પણ સેવાભાવી લોકો પણ ગરીબોને ભોજન પુરુ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જોકે તેની સાથે એવુ પણ જોવા મળી રહ્યુ છે કે, કેટલાક લોકો ગરીબોને રાહત આપતી વખતે સેલ્ફી લઈને તેના ફોટો સોશ્યલ મીડિયા પર મુકે છે અને રાહત આપવાનો દેખાડો કરે છે.
જેને લઈને રાજસ્થાન સરકારે સેવાકાર્ય કરતી વખતે સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉપરાંત એવી સંસ્થાઓને પ્રોત્સાહન અપાશે જે વિતરણ કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન રાખતી હોય.
મુખ્યમંત્રી ગહેલોટે જિલ્લા કલેકટરોને નિર્દશ આપ્યા છે કે, ગરીબોને રાહત આપતી વખતે લોકો સેલ્ફી ના લે તેનુ ધ્યાન રાખવામાં આવે. જેના પગલે જિલ્લા કલેકટરો હરકતમાં આવીને તેને લઈને આદેશ પણ બહાર પાડવા માંડયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.