ગરમીનો કેર : અમદાવાદ સહિત 10 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન

-અમદાવાદમાં 41.4, અમરેલી 43.1 સાથે હોટેસ્ટ

– સુરત, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં બે દિવસ હીટ વેવની આગાહી

કોરોનાના કેર વચ્ચે હવે ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદ સહિત ગુજરાતના ૧૦ શહેરમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું જેમાં અમરેલીમાં સૌથી વધુ ૪૩.૧ ડિગ્રી ગરમી હતી.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત તેમજ કચ્છમાં હીટ વેવની સ્થિતિ રહી હતી. હવે આગામી બે દિવસ દરમિયાન સુરત, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં હીટ વેવની શક્યતા છે. ‘

અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રીનો જ્યારે ૨૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૪ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી?

શહેર   ગરમી

અમરેલી        ૪૩.૧

કંડલા  ૪૩.૦

સુરેન્દ્રનગર     ૪૨.૮

કેશોદ  ૪૨.૪

વડોદરા        ૪૨.૨

ગાંધીનગર      ૪૨.૦ે

રાજકોટ ૪૧.૯

ડીસા   ૪૧.૬

અમદાવાદ     ૪૧.૪

ભૂજ    ૪૧.૦

ભાવનગર      ૪૦.૯

સુરત   ૪૦.૮

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.