નવી દિલ્હીઃ કોરોના વાયરસના ડર વચ્ચે કેટલાક અમેરિકનો ભારતમાં ફસાઈ જવાને યોગ્ય માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ કોરોના દ્વારા અમેરિકામાં મચાવવામાં આવેલી તબાહી છે. ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયાએ પોતાના 444 લોકોને સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને ભારતમાંથી એરલિફ્ટ કર્યા હતા. પરંતુ ઘણા એવાં દેશનાં લોકો પણ છે ખાસ કરીને અમેરિકાનાં, જેઓ પાછા પોતાના દેશમાં જવા ઈચ્છતા નથી.
બાકી સરકારોની જેમ, અમેરિકન વહીવટીતંત્ર પણ અન્ય દેશોમાં ફસાયેલા તેમના લોકોને બહાર કાઢી રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવા 50,000 લોકોને પાછા બોલાવવાનો દાવો કર્યો છે. દરમિયાન, યુ.એસ. વહીવટીતંત્રએ પુષ્ટિ આપી હતી કે ઘણા નાગરિકોએ હાલના સમયમાં ભારતમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
અમેરિકાના લગભગ 24000 લોકો હજી ભારતમાં છેઃ અમેરિકાના એક અધિકારીએ ત્યાં મીડિયાને જણાવ્યું કે હાલમાં ભારતમાં લગભગ 24,000 અમેરિકનો છે. લગભગ 800 લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફ્લાઇટ દ્વારા અમેરિકા પાછા આવવા માંગે છે, તો માત્ર 10 લોકોએ જ આવવાની સંમતિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.