મુંબઈમાં અફવાને પગલે મજૂરોને ઉશ્કેરીને ટોળા એકઠા કરનાર માસ્ટર માઈન્ડ દુબેની ધરપકડ

લોકડાઉન વચ્ચે મંગળવારે ઉશ્કેરણી ફેલાવીને મુંબઈના બાંદ્રા સ્ટેશન પર હજારો મજૂરોની ભીડ ભેગી કરવાના માસ્ટર માઈન્ડ ગણાતા આરોપી વિનય દુબેની પોલીસે ધરપકડ કરી લીધી છે.

વિનય દુબેને મોડી રાતે પોલીસ બાંદ્રા લઈ ગઈ હતી. તેની સામે ફરિયાદ કરાઈ છે.પોલીસનો આરોપ છે કે, વિનયે 18 એપ્રિલે કુરલામાં મજૂરો તરફથી પ્રદર્શન કરવાની પણ ધમકી આપી હતી .વિનય દુબે ચાલો ઘર તરફ …નામનુ અભિયાન ચલાવતો હતો. તેણે 18 એપ્રિલથી જો ટ્રેનો ચાલુ ના થાય તો દેશવ્યાપી આંદોલનની ધમકી આપી હતી.

પોલીસે મજૂરો ભેગા થવાના મામલામાં 1000 લોકો સામે ફરિયાદ નોંધી છે. વિનય દુબે નવી મુંબઈમાં રહે છે. તેના ફેસબૂક એકાઉન્ટ પ્રમાણે તે સામાજિક કાર્યકર છે. ફેસબૂક પર વિનયની એક પોસ્ટ  છે જેમાં તે કહે છે કે, મેં મજૂરોને ઘરે મોકલવા માટે 40 બસોની વ્યવસ્થા કરી છે પણ સરકાર મંજુરી આપી રહી નથી.

વિનયનો એક ફોટો રાજ ઠાકરે સાથેનો છે.જેમાં તે સ્ટેજ પર નજરે પડે છે. એક ફોટોમાં તે વિધાનસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવતો પણ નજરે પડે છે. આ સિવાય દુબેના શરદ પવારની પાર્ટી એનસીપી સાથે પણ નિકટતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.