દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરુ થઈ ગયો છે. 3 મે સુધી દેશમાં એરલાઈન્સ ઓપરેટ નહી કરી શકે.
જોકે સરકારે કરેલી જાહેરાત અગાઉ એરલાઈન્સને અમુક શરત સાથે સેવા શરુ કરવાની મંજુરી અપાશે તેવી અટકળો વચ્ચે એરલાઈન્સે બૂકિંગ શરુ કરી દીધુ હતુ. જોકે હવે આ એરલાઈન્સો પૈસા પાછા આપવા માટે તૈયાર નથી થઈ રહી.જેને લઈને બૂક કરાવનાર એજન્ટો અને ગ્રાહકો વચ્ચે વિખવાદ શરુ થઈ ગયો છે.
આ પહેલા પણ 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે એર ઈન્ડિયાને બાદ કરતા વીમાની કંપનીઓએ જે ટિકિટ બૂક કરી હતી તેના પણ પૈસા આપવાની જગ્યાએ ભવિષ્યમાં મુસાફરીનો વિકલ્પ આપવા માંડ્યો છે.
એક અંદાજ પ્રમાણે એરલાઈન્સોને 8000 કરોડ રુપિયા પાછા આપવાના થાય છે.જોકે હવે ટિકિટના પૈસા પાછા આપવા માટે તૈયાર નથી. તેની જગ્યાએ ભવિષ્યમાં મુસાફરી કરવાનો વિકલ્પ આપવા એરલાઈન્સ તૈયાર થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.