લોકડાઉન લંબાવવાની સાથે સાથે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે 3 મે સુધી દેશમાં કોઈ પણ રાજકીય આયોજન કે રમત ગમતના આયોજન પર રોક રહેશે. બહાર નીકળતી વખતે માસ્ક અથવા બીજા કોઈ કપડા વડે ચહેરો કવર કરવો અિવાર્ય હશે.
ઘરેલુ ઉડાનો પર હાલમાં પ્રતિબંધ રહેશે.મેટ્રો અને બસ સેવા પણ નહી ચાલે.સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ પણ બંધ રહેશે. ખેડૂતોને કાપણી માટે છુટછાટ અપાશે.થૂંકનારા વ્યક્તિને દંડ કરાશે. તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે.કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી નહી અપાય.
હોટસ્પોટમાં માત્ર જરુરી સેવાઓને જ પરવાનગી હશે. કન્સ્ટ્રક્શન માટે છુટ અપાઈ છે. જેના ભાગરુપે ફ્લેટ કે રોડનુ સમારકામ જેવા કામ થઈ શકશે પણ આ ભીડભાડવાળો વિસ્તાર ના હોવો જોઈએ.
લોકડાઉનમાં કામ કરનારનો વીમો ફરજીયાત
ક્વોરેન્ટાઈનમાં નિયમોનુ ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર આઈપીસીની કલમ 188 હેઠળ કાર્યવાહી
કોઈ ઈમરજન્સીમાં ઘરેથી નિકળવુ પડે તો ફોર વ્હીલરમાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ બેસી શકશે.
ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ બેસી શકશે.
ખેતી માટેના ઉપકરણો અને તેના સમારકામ માટેની દુકાનો ખુલ્લી રહેશે.બિયારણ અને જંતુનાશક દવાઓનુ વેચાણ થઈ શકશે.કાપણી માટેની મશીનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમા મોકલી શકાશે.
ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા ઉદ્યોગોને છુટ અપાઈ છે.મનરેગા હેઠળ મજૂરો કામ કરી શકશે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જરુરી છે.
ઓઈલ અને ગેસ સેક્ટરના ઓપરેશન ચાલુ રહેશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, દવાની દુકાનો, મેડિકલ લેબ ખુલ્લા રહેશે.બેન્ક એટીએમ કાર્યરત રહેશે.એલપીજી અને પેટ્રોલ ડિઝલ સપ્લાય ચાલુ રહેશે.
જીવન જરુરી વસ્તુઓનુ ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે.એક ટ્રકમાં બે ડ્રાઈવર અને એક હેલ્પર બેસી શકશે.હાઈવે પર ઢાબા ખુલ્લા રાખી શકાશે.ટ્રકના સમારકામ માટેની દુકાનો ખુલ્લી રહેશે.
અનાજ કરિયાણા, ફળ, શાકભાજી, માછલી, પોલ્ટ્રી , મિલ્ક બૂથ વગેરે દુકાનો ખુલ્લી રાખી શકાશે.
સરકારી ઓફિસો બંધ રહેશે.સિવાય કે ડિફેન્સ, પોલીસ, ટ્રેઝરી, હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર બ્રિગેડ, વીજળી, પાણી સપ્લાય સેવાઓ
આઈટી કંપનીઓ 50 ટકા વર્કફોર્સ સાથે જોખમ વગરના વિસ્તારમાં કામ કરી શકશે.ઈ કોમર્સ કંપનીઓ પરવાનગી લઈને વેપાર કરી શકશે.
સિક્યોરિટી સર્વિસને પણ કાર્યરત રાખી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.