– ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં શાકભાજીનો મોંઘવારી દર 29.97%થી ઘટીને 11.90% થયો
– માર્ચમાં શાકભાજીના મોંઘવારી દર માટે 112.31%ના મોંઘવારી દર સાથે ડુંગળીના ભાવ સૌથી વધુ જવાબદાર
દેશમાં લોકડાઉનને ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે પરંતુ તેના વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ગત મહીના દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દરમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે દેશમાં વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરી મહીનાના 2.26 ટકાની સરખામણીએ ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે.
વાર્ષિક આધાર પર જોઈએ તો ગત વર્ષે માર્ચ મહીનામાં જથ્થાબંધ મોંઘવારી દર 3.18 ટકા હતો માટે આ ઘટાડો સામાન્ય લોકો માટે ખૂબ જ રાહત આપનારો છે. શિયાળામાં ડુંગળીના ભાવોમાં જે ભડકો જોવા મળ્યો હતો તેનાથી વિરૂદ્ધ માર્ચ મહીના સુધીમાં મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે ફેબ્રુઆરીમાં ખાવા-પીવાની વસ્તુઓમાં 7.79 ટકા મોંઘવારી હતી જે માર્ચમાં ઘટીને 4.91 ટકાએ પહોંચી હતી.
અહેવાલ પ્રમાણે દરરોજ વપરાતા શાકભાજીના ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં શાકભાજીનો મોંઘવારી દર 29.97 ટકા હતો જે માર્ચમાં ઘટીને 11.90 ટકા થઈ ગયેલો. જાણકારોના મતે માર્ચ મહીનામાં જો મોંઘવારી દેખાઈ હોય તો પણ તેના માટે ડુંગળીના ભાવો સૌથી વધારે જવાબદાર છે કારણ કે, ડુંગળીમાં 112.31 ટકાનો મોંઘવારી દર નોંધાયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.