ભારતની મેડિકલ ડિપ્લોમસી: 108 દેશોને 8.5 કરોડ HCQ ટેબલેટ અને પૈરાસિટામોલ મોકલી

કોરોના વાયરસ સંકટમાં ભારતની મેડિકલ ડિપ્લોમસી 108 દેશોને મોકલીને મેડિકલ ડિપ્લોમસીનો શુભારંભ કર્યો છે, ભારતે છેલ્લા સપ્તાહમાં 100થી વધુ દેશોને રોગચાળાથી લડવા માટે દવા મોકલી છે.

એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું કે ભારત 108 દેશોને 8.5 કરોડ હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ) ટેબલેટ અને 50 કરોડ પેરાસિટોમોલ ટેબલેટ મોકલી રહ્યા છે, તે ઉપરાંત પેરાસિટામોલ ટેબલેટ બનાવવા માટે 1 હજાર ટન મિશ્રણ પણ મોકલ્યું છે.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધી ભારત 60 દેશોમાં 4 હજારથી વધુ કન્સાઇનમેન્ટ મોકલી ચુક્યું છે, મેડિકલ સપ્લાઇ કુલ 108 દેશોને મોકલી રહ્યું છે.

આ પુરવઠો ઇન્ડિયન એર ફોર્સનાં વિમાન, વિદેશી નાગરિકોને લઇ જતા ચાર્ટર પ્લેન, અને બીજા ડિપ્લોમેટિક કાર્ગો દ્વારા મોકલવામાં આવી રહ્યો છે, આ એક બહું મોટું અને ઘણું જટીલ અભિયાન છે. કેમ કે ભારત સહિત મોટાભાગનાં દેશોમાં વિમાન ઉડ્ડયન સેવા બંધ છે.

બુધવારે મોરેસિયસ અને સેસલ્સનાં સ્પેશિયલ ઇંન્ડિયન એરફોર્સનાં વિમાનોથી દવા મોકલી છે, સ્પેશિયલ ચાર્ટરથી અફઘાનિસ્તાન પણ દવા મોકલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

સાઉથ બ્લોકનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ કોરોના વાયરસનાં વિરૂધ્ધ જંગમાં 31 દેશોને 50 લાખ HCQ ટેબલેટ અને મોટી સંખ્યામાં પેરાસિટામોલ મોકલાવી ચુક્યું છે, અથવા તે દિશામાં કાર્યવાહી થઇ રહી છે.

ભારત 24 દેશો અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ, સ્પેન, અને નેધરર્લેન્ડને 8 કરોડ HCQ ટેબલેટ વ્યાપારિક કરાર હેઠળ દવા મોકલી છે, જ્યારે ઇટાલી, સ્વિડન અને સિંગાપુર સહિત 52 દેશોને પેરાસિટામોલ ટેબલેટ મોટા જથ્થામાં મોકલી છે.

એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પહેલા દવા તે મિત્ર દેશોને મોકલવાનો પ્રયાસ છે, જે આ વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે, અમે કેટલાક  દેશોની અપિલને મજુર કરી રહ્યા છિએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.