કોરોનાના વ્યાપને રોકવા માટે જિલ્લા કક્ષાએથી લઈને કેન્દ્ર સરકારના સ્તર સુધી એમ તમામ મોરચે તંત્ર લડાઈ લડી રહ્યુ છે.
આવા સંજોગોમાં કોરોનાના વ્યાપને રોકવા માટે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં પોલીસે એક અનોખી યોજના અમલમાં મુકી છે. અહીંના પોલીસ વડા નાગેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે, રાજ્યમાં જાહેર કરાયેલા કોરોના હોટ સ્પોટમાંથી કોઈ વ્યક્ત ભીંડ જિલ્લામાં આવ્યુ હોવાની જાણકારી આપનારને 500 રુપિયા ઈનામ આપવામાં આવશે. સાથે સાથે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ પણ કરવામાં નહી આવે.
ઉલ્લેનીખય છે કે, ઈન્દોર, ભોપાલ અને ઉજ્જેનમાં કોરોનાના હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે જાહેરાત કરી છે કે, તમે 104 નંબર ડાયલ કરીને જાતે પણ બીજા જિલ્લામાંથી આવ્યા હોય તો જાણકારી આપીને મેડિકલ તપાસ કરાવી શકો છો. જો આવુ નહી થાય પોલીસ કર્યવાહી કરવામાં આવશે.
ભીંડમાં હજી સુધી કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી. જ્યારે પાડોશી જિલ્લામાં 14 દર્દીઓ જોવા મળ્યા છે.જેથી તંત્રને ચિંતા છે કે, બીજા જિલ્લામાંથી લોકો અહીંયા ના આવે.
મધ્યપ્રદેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.