કોરોના સામેની લડાઈમાં સરકારને સૂચન આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વનુ નિવેદન પણ આપ્યુ હતુ.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ સમય છે કે આખો દેશ એક થઈને કોરોના વાયરસ સામેની લડાઈ લડે. આ સ્થિતિમાં હું પીએમ મોદી સાથે લડાઈ કરવા માંગતો નથી.
રાહુલ ગાધીને પૂછવામાં આવ્યુ હતુ કે, સૌથી પહેલા કોરોના સામેની લડાઈમાં તમે જ સરકારને ચેતવણી આપી હતી … તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, મને કોઈ વસ્તુની ક્રેડિટ નથી જોઈતી. હું ઈચ્છુ છું કે લોકો સુરક્ષિત રહે.
રાહુલ ગાંધી હંમેશા પીએમ મોદીની સામે સવાલો ઉભા કરતા હોય છે ત્યારે હાલમાં કોરોનાની સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ આડકતરી રીતે સરકાર સામે હાલમાં રાજકીય યુધ્ધમાં ઉતરવા નથી માંગતા તેવો ઈશારો કર્યો હોય તેમ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.