લોકડાઉન વચ્ચે ગ્રાહકો માટે ખુશખબર, 20 તારીખથી કરી શક્શો ખરીદી

કોરોના વાયરસના લોકડાઉનનાં બીજી ચરમાં સરકારે 20 એપ્રિલથી કેટલીક રાહત પણ આપવા જઇ રહી છે. અધિકારીઓનું માનીએ તો લોકડાઉનમાં મોબાઇલ, ટીવી, રેફ્રીઝરેટર, લેપટોપ અને સ્ટેશનરી આઇટમોને ઇ-કોમર્સ પ્લેટફોર્મ જેવા એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલના માધ્યમથી 20 એપ્રિલથી લોકડાઉન દરમિયાન વેચવાની અનુમતિ હશે.

કોરોના વાયરસના કહેરને જોતા સરકારે ઓલ ઇન્ડિયા લોકડાઉનનાં બીજા ચરણ માટે બુધવારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોના વાયરસના સંક્રમણને રોક્વા માટે મોટા ભાગની વસ્તુઓ પર પહેલા માફક ડ રોક લાગેલી રહેશે, પરંતુ ‘જાન ભી અને જહાન ભી’ના કથનને ચરિતાર્થ કરતા લોકડાઉન દરમિયાન સરકારે કેટલીક એવી વસ્તુઓને પણ મંજૂરી આપી છે, જેની અસર સીધી સામાન્ય વ્યક્તિ પર પડશે.

સરકારની નવી કોરોના લોકડાઉન ગાઇડલાઇન અનુસાર, 20 એપ્રિલથી સ્વ-રોજગારમાં લાગેગા ઇલેક્ટ્રિશિયન, આઇટી સંબંધી કરનારા લોકો, પ્લમ્બર, મોટર મિકેટનિકને કામ કરવાની અનુમતિ આપવામાં આવશે. આ સિવાય ઇ-કોમર્સ ઓપરેટરો દ્વારા ઉપયોગ કરવામાં આવતી કૂરિયર સેવાઓ અને વાહનોને પણ સરકાર દ્વારા અનુમતિ આપવામાં આવશે.

સરકારની ગાઇડલાઇન અનુસાર કિરાણા અને આવશ્યક વસ્તુઓની દુકાનો પહેલા માફક જ ખુલી રહેશે અને તેના બંધ થવા અને ખુલવા પર કોઇ પાબંધી નહી હોય. કિરાણાનો સમય, સ્વચ્છતા સાથે સંબંધિત વસ્તુઓ, ફળ અને સાકભાજી, ડેરી અને દૂધ, મુર્ગી પાલન, માસ અને માછલી, પશુ ચારો, દુકાનો ખુલ્લી રહેશે. જેમણે માત્ર સોશલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.