કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનનુ પાલન નહી કરનારા લોકોને આપણે ત્યાં પોલીસ અલગ-અલગ પ્રકારની સજા કરે છે.કેટલીક જગ્યાએ પોલીસે લાકડીઓ પણ મારી છે.
જોકે આફ્રિકાના દેશ નાઈજીરિયામાં લોકડાઉનનુ પાલન નહી કરનારા પર પોલીસ ક્રુરતા કરી રહી છે. નાઈજીરિયાની માનવ અધિકાર સંસ્થાઓનુ કહેવુ છે કે, લોકડાઉન દરમિયાન પોલીસે 18 લોકોની હત્યા કરી નાંખી છે. જે કોરોનામાં મરેલા લોકોની સંખ્યા કરતા પણ વધારે છે. નાઈજીરિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જોકે આજે સવાર સુધીમાં આ સંખ્યા વધીને 17 થઈ છે.
લોકોએ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને પોલીસના અત્યાચારના વિડિયો મોકલ્યા હતા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. કમિશનનુ કહેવુ છે કે, અમારી પાસે દેશના 24 રાજયોમાંથી 100 જેટલી ફરિયાદો આવી છે. નાઈજીરિયામાં 30 માર્ચથી લોકડાઉન લાગુ કરાયુ છે. અહીંયા અત્યાર સુધીમાં 500 જેટલા લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે પણ ડર છે કે, દેશની અડધી વસતીમાં તે ફેલાઈ શકે છે. નાઈજીરિયાની વસતી 20 કરોડ જેટલી છે.
નાઈજીરિયાની પોલીસની ઈમેજ એમ પણ ક્રુરતાભરી રહી છે. એક વર્ષમાં પોલીસે 1476 લોકોની હત્યા કરી હોવાનો આરોપ પણ લાગી ચુકેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.