ભારતીય નૌસેનામાં કોરોનાનો પગપેસારો, 26 નૌસૈનિકો પોઝિટિવ

 

ભારતમાં કોરોનાનો પ્રસાર હવે ભારતીય નૌસેના સુધી પહોંચી ચુક્યો છે.

મુંબઈ ખાતે નૌસેનાના બેઝ આઈએનએસ આંગ્રે પર તૈનાત 26 નૌસૈનિકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સંરક્ષણ વિભાગ ઉપર નીચે થઈ ગયુ છે. એક નૌ સેનાના જવાન થકી બાકીના સૈનિકોમાં આ સંક્રમણ ફેલાયુ છે. આ જવાન 7 એપ્રિલે થયેલા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો.

એ બાદ નેવલ બેઝ આંગ્રે કેમ્પસમાં લોકોને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે. આ સાથે જ સંક્રમણ વધારે ના ફેલાય તે માટે બીજા પગલા લેવામાં આવી રહ્યા છે.

નૌસેના માટે હાલમાં રાહતની વાત એ છે કે, અહીંયા લાંગરેલા જહાજ અને સબમરિન પર ફરજ બજાવતા સૈનિકોમાં હજી સુધી કોરોના પહોંચ્યો નથી.

બીજી તરફ ખુશ્કી દળ એટલે કે થલ સેનામાં પણ પાંચ જવાનોના ટેસ્ટ પોઝિટિવ ચુક્યા છે. આ સિવાય એક લેફ્ટનન્ટ કર્નલ કક્ષાના ડોક્ટર પણ કોરોના પોઝિટિવ જાહેર થઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.