મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, મકાનમાલિકોને કહ્યું, 3 મહિનાનુ ભાડુ જતુ કરો

 

લોકડાઉનના કારણે નોકરી -ધંધા ઠપ છે અને લોકોની આજીવીકા પર જોખમ સર્જાયેલુ છે.આ સંજોગોમાં ભાડેથી રહેતા લોકો માટે ભાડુ ચુકવવુ પણ પડકાર છે.

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારના આવાસ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને મકાન માલિકોને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ભાડુઆતો પાસે ભાડુ નહી લેવ માટે અપીલ કરી છે.

આવાસ વિભાગનુ કહેવુ છે કે, જો ભાડુઆત ભાડુ આપી શકે તેવી સ્થિતિમાં ના હોય તો તેને ઘરમાંથી બહાર કાઢવામાં આવે નહી. કારણકે બજારો અને ઉદ્યોગો બંધ છે. પૈસાની લેવડ દેવડ થઈ રહી નથી. તેવા સંજોગોમાં લોકોની આવક અને રોજગારી પ્રભાવિત થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.