મજૂરોને તેમના વતન જવાની છુટ આપવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં પિટિશન

દેશવ્યાપી લોકડાઉન વચ્ચે વતનમાં નહી જઈ શકનારા લાખો મજૂરોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પિટિશનમાં માંગ કરવામાં આવી છે કે, કોરોના પોઝિટિવ ના હોય તેવા મજૂરોને ઘરે જવાની છૂટ આપવામાં આવે. તેમાં કહેવાયુ છે કે, સરકાર તેમના વતન સુધી જવા માટે જરુરી ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરે.

21 દિવસના પહેલા સ્ટેજના લોકડાઉનને લાગુ કરવામાં આવ્યુ ત્યારે મજૂરો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. જેના પગલે ઠેર ઠેર અંધાધૂધીના દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં પણ અલગ અલગ જગ્યાએ લાખો મજૂરો ફસાયેલા છે અને તેમને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.