– કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં પણ ગુજરાત ત્રીજા સ્થાને
– એપ્રિલના 18 દિવસમાં જ 1353 કેસ: સૌથી વધુ કેસ ધરાવતા દેશના જિલ્લાઓમાં અમદાવાદ બીજા સ્થાને
ગુજરાતમાં કોરોનાના કાળ ચક્રની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેના પગલે કેસ-મૃત્યુઆંકનો ગ્રાફ ચિંતાજનક રીતે વધવા લાગ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ ૨૭૭ કેસ સાથે કુલ કેસનો આંક ૧૩૭૬ થઇ ગયો છે. આમ, કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત હવે ત્રીજા સ્થાને આવી ગયું છે. કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત શુક્રવારે સાંજ સુધી છઠ્ઠા સ્થાને હતું. આ ઉપરાંત દેશના જે રાજ્યોમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં પણ ગુજરાત ત્રીજા સ્થાને છે.
ભારતમાં કોરોનાના કુલ ૧૫૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને તેમાંથી મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨૩.૭૫%, દિલ્હીમાં ૧૧.૧૧% જ્યારે ગુજરાતમાંથી ૮.૯૬% કેસનો સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં શનિવારે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત બીજા સ્થાને છે. શનિવારે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૨૮, ગુજરાતમાંથી ૨૭૭ જ્યારે ઉત્તર પ્રદેશમાંથી ૧૨૫ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં જે ૧૩૭૬ કેસ નોંધાયા છે તેમાંથી ૯૩ વ્યક્તિ સાજા થયા છે. ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં કોરોનાના ૮૬૨ કેસ નોંધાયા છે અને કુલ ૨૫ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતના ૬૨.૫૭% કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. દેશના જે પણ જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ હવે બીજા સ્થાને આવી ગયું છે. જેમાં મુંબઇમાં સૌથી વધુ ૨૧૮૭, અમદાવાદમાં ૮૬૧ અને મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ૮૪૧ કેસ નોંધાયા છે. આ ઉપરથી જ અમદાવાદમાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો તાગ મેળવી શકાય છે.
દેશના જે પણ રાજ્યોમાં શનિવારે સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત મોખરે છે. આજે ગુજરાતમાંથી ૧૨, મહારાષ્ટ્રમાંથી ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં ૩૧ માર્ચે કોરોનાના ૨૩ કેસ હતા. આમ, એપ્રિલ માસના ૧૮ દિવસમાં જ કુલ ૧૩૫૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં એપ્રિલમાં દરરોજના સરેરાશ ૭૫ કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં હાલ ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે અને ૧૨૨૦ સ્ટેબલ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૬૬૪ ટેસ્ટ કરાયા હતા અને તેમાંથી ૨૩૮૭ના રિપોર્ટ નેગેટિવ હતા.
કયા રાજ્યમાં કોરોનાના વધુ કેસ?
રાજ્ય કેસ મૃત્યુ
મહારાષ્ટ્ર ૩૬૪૮ ૨૦૧
દિલ્હી ૧૭૦૭ ૪૨
ગુજરાત ૧૩૭૬ ૫૩
તામિલનાડુ ૧૩૭૨ ૧૫
મધ્ય પ્રદેશ ૧૩૫૫ ૬૯
રાજસ્થાન ૧૨૮૨ ૧૯
ઉત્તર પ્રદેશ ૯૭૪ ૧૪
તેલંગાણા ૭૬૬ ૧૮
આંધ્ર પ્રદેશ ૬૦૩ ૧૬
કેરળ ૩૯૯ ૦૨
કયા રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ?
રાજ્ય મૃત્યુ
મહારાષ્ટ્ર ૨૦૧
મધ્ય પ્રદેશ ૬૯
ગુજરાત ૫૩
દિલ્હી ૪૨
રાજસ્થાન ૧૯
ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના કેસનું વધુ પ્રમાણ?
જિલ્લો પ્રમાણ
અમદાવાદ ૬૨.૫૭%
સુરત ૧૧.૩૪%
વડોદરા ૧૧.૧૨%
રાજકોટ ૨.૧૮%
ભાવનગર ૨.૧૮%
આણંદ ૧.૯૬%
ભરૃચ ૧.૬૦%
ગાંધીનગર ૧.૨૪%
દેશના કયા જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ
જિલ્લો રાજ્ય કેસ
મુંબઇ મહારાષ્ટ્ર ૨૧૮૭
અમદાવાદ ગુજરાત ૮૬૧
ઇન્દોર મધ્ય પ્રદેશ ૮૪૧
પૂણે મહારાષ્ટ્ર ૫૦૯
જયપુર રાજસ્થાન ૪૯૭
હૈદરાબાદ તેલંગાણા ૪૧૭
થાણે મહારાષ્ટ્ર ૩૨૫
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.