ભારતમાંથી કોરોના વાયરસનો ખાતમો કરવામાં બે વર્ષ લાગી શકે છે

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ભારતમાં 15000ને પાર કરી ચુકી છે.500 થી વધારે લોકોની મોત થયા છે.

જોકે જાણકારોનુ માનવુ છે કે, હજી તો ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ પીક પર પહોંચ્યુ નથી. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સ, ઋષિકેષના ડાયરેક્ટર ડો.રવિ કાંતનુ કહેવુ છે કે, લોકડાઉન ખતમ થયા બાદ કોરોનાના સૌથી વધારે કેસ થશે. આવુ મે કે જુનમાં થવાની શક્યતા વધારે છે.

એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતની 65 ટકા વસતીમાં કોરોના સામે લડવાની શક્તિ કેળવતા બીજા બે વર્ષ લાગશે.

ડો.કાંતના મતે રોકડાઉન એક ટેમ્પરરી પિરિયડ છે.જેમાં હોસ્પિટલોને તૈયાર કરવાની હોય છે. લોકડાઉનથી બીમારી ખતમ નહી થઈ શકે. વાયરસ આપણી વચ્ચે  જ રહેશે. જેવુ લોકો એક બીજાને મળવાનુ શરુ કરશે એટલે તેનો ફેલાવો શરુ થઈ જશે. એટલે જો નવી ગાઈડલાઈન એ છે કે વૃધ્ધોને બચાવો. જ્યાં સુધી 65 ટકા લોકોને ઈમ્યુનિટી નહી મળે ત્યાં સુધી વાયરસ ફેલાતો રહેશે.

તેમણે એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, વહેલી તકે ઈકોનોમિક પ્રવૃત્તિઓ શરુ થવી જોઈએ. જ્યાં સુધી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરુ નહી થાય ત્યાં સુધી આપણી વસતીનો એક મોટો હિસ્સો સર્વાઈવ નહી થઈ શકે. વાયરસને આપણી રોજ બરોજની જિંદગીમાં સ્વીકારીને તેની સામે લડત આપવી પડશે. ઘરડાઓને વાયરસથી બચાવીને રાખવા પડશે. યુવાઓ આ વાયરસને સહન કરી લેશે. યુવા વર્ગમાં મોતની સંખ્યા નજીવી રહેશે.

ડો.કાંતના મતે આ બીમારીનો ખાતમો ત્યારે જ થશે જ્યારે રસી બનશે.વેક્સિન હજી બે વર્ષ દુર છે.ત્યાં સુધી આપણે સાવધાની રાખવી પડશે. હાથ મિલાવવાનુ ટાળવુ પડશે.સમય સાથે બધુ સારુ થશે. દેશને સોશ્યલ ડિસ્ટિન્સિંગની નહી પણ ફિઝિકલ ડિસટન્સિંગની જરુર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.