ગુજરાતમાં કોરોનાના નવા 139 કેસ પોઝિટિવ નોંધાયા છે, રાજ્યમાં કુલ સંખ્યા 1743 પર પહોંચી

ગુજરાતમાં આજે સવારની પ્રેસ બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સાંજના આજના કુલ નવા 139 કેસ નોંધાયા છે. 5 લોકોના મોત થયા છે. 11 કોરોનાના દર્દી સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં 99, સુરતમાં 22, વડોદરાના 14, રાજકોટ 1, દાહોદ 1, ભરૂચ 1, નર્મદામાં 1 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં 1743 કેસ નોંધાયા છે.તેમાં સારવાર હેઠળ છે 1632 સ્ટેબલ છે. 14 લોકો વેન્ટીલેટર છે. 105 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 19 માર્ચથી અત્યાર સુધીમાં 105 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક દેશમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્લી પછી સૌથી વધુ કેસો ગુજરાતમાં નોંધાયા છે. તેમાં પણ અમદાવાદ પણ મોટું હોટસ્પોટ બની ગયું છે. દેશમાં મુંબઈ બાદ વધારે કેસ અમદાવાદમાં ચાલી રહ્યા છે. અમદાવાદ દેશનું ત્રીજું મોટું હોટસ્પોટ બની ગયું છે.

અમદાવાદમાં શનિવારે સૌથી વધુ 240 કેસ નોંધાયા હતા. તે પછી આજ સવાર સુધીમાં વધુ નવા 140 કેસ ઉમેરાતા અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક 1000ને પાર કરી ગયો છે. દેશાં 25 રાજ્યોમાં જે આંક છે તે કરતાં વધારે આંક ફક્ત અમદાવાદમાં છે. અમદાવાદમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિસા વગેરે રાજ્યો કરતાં વધારે કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વધુ નવા 228 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ સંખ્યા 1600ને પાર પહોંચી ગઈ છે. અમદાવાદમાં વધુ 140 કેસ નોંધાયા છે. રીલીફરોડ, બહેરામપુરા, પ્રેમદરવાજા, મણિનગર, જીવરાજપાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર અને જુહાપુરામાં કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.