Coronavirus: અમેરિકામાં કુલ મૃત્યુઆંક 39,115, એક જ દિવસમાં 1,903 મોત

 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી કફોડી સ્થિતી અમેરિકાની થઇ છે, દેશમાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુઆંક 40 હજારને નજીક પહોંચી ગયો છે, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસનાં સંક્રમણની ઝપેટમાં આવીને 1,903 લોકોનાં જીવ ગયા છે.

તેની સાથે જ અમેરિકામાં મૃત્યુઆંક 39,115  થઇ ગયો છે, વાયરલનાં ચેપથી સંક્રમિત ગંભીર રીતે બિમાર લોકોનો આંકડો પણ 7,41,866 પર પહોંચી ગયો છે, આ વાયરસનાં સંક્રમણનાં 28,486 નવા કેસ નોંધાયા છે.

ન્યુંયોર્કમાં ચાલું રહેશે લોકડાઉન

અમેરિકામાં ન્યુંયોર્ક રોગચાળાનું કેન્દ્ર બન્યું છે, શુક્રવારે ગવર્નર કુઓમોએ કહ્યું કોરોનાનાં   કારણે મોતથી 504 નવા કેસ નોંધાયા છે, 1 એપ્રિલ બાદ આ મોતનો આ સૌથી ઓછો આંકડો છે.

7 એપ્રિલે અહીં સૌથી વધું 806 મોત થયા છે, ન્યુયોર્કનાં ગવર્નરે રોગચાળાને પહોંચી વળવા માટેની ફેડરલની કામ કરવાની પધ્ધતીની પણ આકરી ટીકા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.