ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: 108 નવા કેસ, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1851એ પહોંચી

– અમદાવાદમાં કોરોનાના નવા 91 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 1192 થયો

ગુજરાતમાં કોરોનાના નવા 108 દર્દીઓ નોંધાયા છે કુલ આંકડો 1851 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 91 નવા કેસ, અરવલ્લીમાં 6, કચ્છ 2, મહીસાગર 1, પંચમહાલ 2, રાજકોટ 2, સુરત 2 અને વડોદરામાં 1 પોઝિટીવ આવ્યા છે. 106 જેટલા લોકો આ બિમારી સામે લડીને જીતીને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, કાલુપુર, સરસપુર, દાણીલીમડા વિસ્તારોમાં નવા કેસો નોંધાયા છે.

અમદાવાદ 91 નવા કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 4 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં 108 નવા કેસ આવ્યા છે. આ કેસો 66 જેટલા કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1851 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 91 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 32,204 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વધુ ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે.

આંકડો 1851 પર પહોંચ્યો

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના બે કેસ નોંધાયા છે. સંતરામપુરના શિર ગામમાં મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બન્ને દર્દી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સના સંપર્કમાં હતા. જેથી બન્ને દર્દીને સંતરામપુરના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ કાલ સાંજથી સુરત અને અમદાવાદમાં 2-2 મોત નોંધાયા છે. 67 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.