મહારાષ્ટ્રમાં બે સાધુઓનુ પોલીસની હાજરીમાં જ મોબ લિન્ચિંગ, દેશમાં હાહાકાર

મહારાષ્ટ્રમાં અખાડા પરિષદના બે સાધુઓના પાલઘરમાં મોબ લિન્ચિંગના પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો છે.

આમામલામાં પોલીસે 110 લોકોની ધરપકડ કરી છે. તેમની સામે ગંભીર કલમ લગાવાઈ છે. જેમાં 9 સગીર વયના લોકો પણ છે. પોલીસના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામા્ં આવ્યા છે.

આ સાધુઓ મુંબઈથી ગુજરાત જઈ રહ્યા હતા. કોઈએ તેઓ ચોર હોવાની અફવા ઉડાવી હતી. એ પછી લોકોની ભીડ તેમના પર તુટી પડી હતી. આ આખી ઘટના પોલીસની સામે જ થઈ હતી.એ પછી પણ પોલીસ તમાશો જોતી રહી હતી.

જેના પગલે ટોળાએ પોલીસ સામે જ બે સાધુ અને તેમને ગાડીમાં લઈ જઈ રહેલા ડ્રાઈવરની હત્યા કરી નાંખી હતી.

આ મામલાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેના આધારે 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વિડિયો હવે સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને દેશભરમાં ઉધ્ધવ ઠાકરેની સરકાર પર લોકો માછલા ધોઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ છે કે, આ એત અમાનવીય ઘટના છે. વીડિયો દુખદ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.