વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે દેશભરમાં 3 મે સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દેશના આ રાજ્યમાં 7 મે સુધીનું લોકડાઉન જાહેર કરી દીધું છે.
તેલંગાણાના મંત્રીમંડળ દ્વારા રાજ્યમાં 7 મે સુધી લોકડાઉન વધારવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રવિવારે રાજ્યમાં લોકડાઉન 7 મે સુધી વધારવાની ઘોષણા કરી હતી. રાજ્યના મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, લોકડાઉનનો રાજ્યમાં કડક રીતે અમલમાં આવશે. વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં સોમવારથી કોઈપણ ફૂડ ડિલીવરી એપ્લિકેશનને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જણાવી દઈએ કે, તેલંગણામાં સુધીમાં 844 લોકો સંક્રમિત થયા છે અને 18 લોકોના મોત થયા છે.
જણાવી દઈએ કે એક કોન્સ્ટેબલ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વાતની પૃષ્ટિ તેના સહકર્મીએ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.