વિશ્વ જ્યારે કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે 99 વર્ષના પૂર્વ ધારાસભ્યએ પોતાની મરણમૂડી કોરોના માટે દાનમાં આપી દીધી છે જેની નોંધ છેક દિલ્હીમાં બેઠેલા નરેન્દ્ર મોદીએ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ટેલિફોનથી વાત કરીને બાપાના ખબર અંતર પૂછ્યા હતા
- PM નરેન્દ્ર મોદીએ રત્નાબાપા સાથે ટેલિફોનિક વાતચીત કરી
- 99 વર્ષના છે પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા
- PM મોદીએ ટેલીફોનીક વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા
પીએમ મોદીએ માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા. માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે 17 એપ્રિલના રોજ કલેક્ટર કચેરીએ પોતાના મરણમૂડીના 51 હજાર કોરોના સામેની લડાઇમાં દાનમાં આપ્યા છે.
દિલ્હી સુધી પડ્યા પડઘા
રત્નાબાપાએ અધિક કલેક્ટરને પોતાનો દાનનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપર્ણ કર્યો હતો. રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ રહેતા રત્નાબાપાના દીકરાને ફોન કરી વાત કરી હતી.
અમને યાદ કરો છો : PM
મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો તો બાપાએ કહ્યું યાદ તો કરીએને આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. ત્યારે મોદીએ કહ્યું હતું કે, બાપા અમે તમને બહુ જ યાદ કરીએ છીએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.