મહામારી કોરોનાનાના આતંક વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગળના 24 કલાકમાં દિલ્લી NCR સહિતના અલગ અલગ રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઝારખંડ, તેલંગાણા, ઓડિસા, બિહાર દક્ષિણ આંતરિક કર્ણાટક વિસ્તારમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પંજાબ, હરિયાણા, ચંડિગઢ, દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, વિદર્ભ,છત્તીસગઢમાં વરસાદ સાથે કરા પણ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવેલા પલટાની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં સોમવાર મંગળવારે વરસાદ તથા ગુરુવારે બરફ પડવાની સભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ બગડી રહ્યું છે. આવી સ્થિતિ 27 એપ્રિલ સુધી રહેશે. જેના કારણે ખેડૂતોને નુકસાન જઈ શકે છે. કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ રવી પાકની કાપણી બાકી છે. જ્યાં કાપણી થઈ છે ત્યાં અનાજ હજુ ખુલ્લામાં પડેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.