દેશમાં કોરોના વાયરસના દર્દીઓની ચકાસણી માટે શરુ કરાયેલા રેપિડ ટેસ્ટિંગને પ્રારંભિક તબક્કામાં જ ગ્રહણ લાગ્યુ છે.
રાજસ્થાન સરકારે એન્ટી બોડી રેપિડ ટેસ્ટિંગ રોકી દીધુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માનુ કહેવુ છે કે, આ કિટથી ખોટા રિઝલ્ટ આવી રહ્યા છે. અમારી તરફથી ટેસ્ટિંગની પ્રક્રિયાનુ પાલન કરવામાં કોઈ ભૂલ થઈ નથી. આ બાબતે અમે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને જાણકારી આપી છે. તેમના તરફથી જ આ કિટો પૂરી પાડવામાં આવી છે.
રાજસ્થાન સરકારના આ નિર્ણય બાદ કિટની વિશ્વસનિયતા પર સવાલ ઉઠ્યા છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભરતી 100 પેશન્ટની તેના દ્વારા ચકાસણી કરાયા બાદ જાહેર થયેલા રિઝલ્ટમાં માત્ર 5 પેશન્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ આ કિટ માત્ર પાંચ ટકા સફળતા મેળવી શકીછે.
ડોક્ટરોએ કહ્યુ છે કે, બીજા લોટમાં આવેલી કિટની પણ ચકાસણી થઈ રહી છે. જો બીજા લોટમાં પણ કિટમાં ખામી હશે તો રેપિટ ટેસ્ટ કિટ પાછી મોકલી દેવાશે. આ કિટ દ્વારા ટેસ્ટિંગ માટે માત્ર 600 રુપિયા ખર્ચ આવે છે.
રેપિડ ટેસ્ટિંગ શરુ કરનાર રાજસ્થાન પહેલુ રાજ્ય બન્યુ છે. આ રાજ્યમાં સોમવારે 2000 લોકોના આ કિટથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.