તામિલનાડુઃ એક જ ન્યૂઝ ચેનલના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

દેશમા કોરોનાનો ખતરો સતત વધી રહયો છે. હવે કોરાનાના વ્યાપ વચ્ચે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોક્ટરો અને પોલીસની સાથે સાથે મીડિયા કર્મીઓ પણ તેની ચપેટમાં આવવા માંડ્યા છે.

મુંબઈમાં 53 મીડિયા કર્મીઓ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો આવ્યા બાદ હવે તામિલનાડુમાં એક જ ન્યૂઝ ચેનલના 25 કર્મચારીઓ પોઝિટિવ જાહેર થયા છે. જેના પગલે તામિલનાડુમાં હલચલ મચી છે. આ લોકોમાં પત્રકાર, કેમેરામેન અને બીજા કર્મચારીઓ પણ સામેલ છે.

આ ચેનલ દ્વારા 94 લોકોના કોરોના વાયરસ ટેસ્ટ કરાયા હતા. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ચેનલે પોતાનો લાઈવ શો પણ બંધ કરવો પડયો છે. કારણકે બીજા કર્મચારીઓને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

દરમિયાન મુંબઈ બાદ હવે દિલ્હી સરકારે પણ કોરોના વાયરસનુ કવરેજ કરી રહેલા તમામ મીડિયા કર્મીઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.