કોરોનાના વધતા જતા આંકડાઓ દેશભરમાં ચિંતાનો વિષય છે ત્યારે કોરોના વાયરસને ઝડપથી સામે લાવવા માટે કોરોનનો જેમ બને તેમ ઝડપી અને વધુ પ્રમાણમાં ટેસ્ટ થાય તો પરિણામ વહેલા મળી શકે છે. જેનું સમર્થન WHO દ્વારા પણ કરવામાં આવ્યું છે. જો કે રેપિડ ટેસ્ટના કારણે વધુ સંક્રમિત લોકોને સામે પણ લાવી શકાયા છે.
પરંતુ હવે કોરોના ટેસ્ટને બધું ઝડપી બનાવવા માટે શ્રી ચિત્રા તીરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ઘણી નવી તકનીકનો ઉપયોગ કર્યો છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે નવી ટેક્નિક વિકસાવવામાં આવી છે તે ટેકનિકની મદદથી માત્ર બે જ કલાકથી પણ ઓછા સમયમાં કોઈપણ દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેની ખબર પડી જશે. અને એક ખસ વાત એ પણ છે આ ટેસ્ટની કે વાયરસની ઓળખાણ માત્ર 10 મિનિટમાં જ થઇ જશે. એટલું જ નહિ આ મશીનથી 30 સેમ્પલની તપાસ એકસાથે કરી શકાશે.
અસ ટેકનિકમાં તપાસ વાયરલ-ન્યુકિલ એસિડના રિવર્સ ટ્રાન્સક્રિપ્ટસ લલૂપ દ્વારા SARS-COV2માં N જીનની શકશે. સમગ્ર દુનિયામાં આ ટેક્નિકનો ઉપયોગ હજુ સુધી કરવામાં નથી આવ્યો, ભારતમાં કોરોના વાયરસ પરીક્ષણ માટે ICMRને મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મંજૂરી મલ્યા બાદ કીટના નિર્માણ માટે CDSCO પાસેથી લાઇસેંસ લેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.