નવી દિલ્હી: કોરોનાકાળમાં જે દેશની અંદર એક પણ કોરોના સંક્રમણનો કેસ જોવા નથી મળ્યો ત્યાં આજે એ દેશના શાસક અંગે એવું કહેવાય છે કે તેઓ હોસ્પિટલમાં ખુબ ખરાબ હાલતમાં એડમિટ છે. રહસ્યમયી દેશ ઉત્તર કોરિયાથી કોઈ પણ સમાચાર બહાર આવતા નથી પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમને લઈને નિવેદન આપ્યું છે જેને લઈને એ વાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું સ્વાસ્થ્ય જરાય સારુ નથી.
સવાલ એ પણ ઉઠે છે કે જે ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો ત્યાં તેમના જ તાનાશાહ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ટ્રમ્પે કહ્યું કે રિપોર્ટ્સ આવી રહ્યાં છે અને અમને કશું જ ખબર નથી. મારા તેમની સાથે ખુબ સારા સંબંધ રહ્યાં છે. હું તેમના માટે કામના કરું છું કારણ કે જો તેમની હાલત રિપોર્ટ આવે છે તે પ્રમાણે હોય તો તે ખુબ ગંભીર હાલત છે.
200 કલાકથી ક્યાં ગાયબ છે તાનાશાહ?
કિમ જોંગની કાર્ડિયોવાસ્ક્યુલેકર બીમારી માટે સર્જરી થઈ. સર્જરી બાદ કિમ જોંગની હાત વધુ બગડી ગઈ છે. 12 એપ્રિલના રોજ કિમ જોંગ છેલ્લે જોવા મળ્યા હતાં. દાદાના જન્મદિવસના કાર્યક્રમમાં પણ સામેલ થયા નહતાં. આ કાર્યક્રમમાં કિમ જોંગ હંમેશા ભાગ લેતા હતાં. કાર્યક્રમમાં તેમની ગેરહાજરીને લઈને કિમના સ્વાસ્થ્ય અંગે રિપોર્ટ્સ આવવા લાગ્યાં. ઉત્તર કોરિયામાં કિમ જોંગના રહસ્યમય સામ્રાજ્ય અંગે કોઈ પણ ખબર બહાર આવતી નથી. આખી દુનિયા સવાલ કરી રહી છે કે કિમ જોંગ ક્યા છે, કયા હાલાતમાં છે, પરંતુ તેનો યોગ્ય જવાબ આપવાની સ્થિતિમાં હાલ કોઈ જ નથી.
ઉત્તર કોરિયાની કમાન કોણ સંભાળશે?
કિમની ખુબ જ ખરાબ હાલત જોતા એવી અટકળો તેજ થઈ છે કે તેમની જગ્યાએ હવે ઉત્તર કોરિયાની કમાન કોણ સંભાળશે? એક નામ જે સૌથી વધુ ચર્ચામાં છે તે છે તેમની નાની બહેન કિમ યો જોંગ. ઉત્તર કોરિયાના તાનાશાહની ખરાબ હાલતનો સંકેત તો ત્યારે જ મળી ગયો હતો જ્યારે તાજેતરમાં તેમની શક્તિશાળી નાની બહેન કિમ યો જોંગને નિર્ણય લેવાનારી પ્રમુખ કમિટીમાં ફરીથી નિયુક્ત કરાયા હતાં.
કિમ યો જોંગ નિવેદન આપવામાં પોતાના ભાઈની જેમ ખુબ આક્રમક છે. ઉત્તર કોરિયાએ લાઈવ ફાયર મિલેટ્રી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ દક્ષિણ કોરિયાએ તેનો વિરોધ કર્યો હતો. દક્ષિણ કોરિયાના નિવેદન બાદ કિમ યો જોંગે કહ્યું હતું કે ડરેલા કૂતરા ભોંકતા રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક કારણો છે જેના કારણે બહેનને તેના ભાઈના વારસદાર તરીકે ગણવામાં આવી રહી જચે.
હાલ તો કિમ જોંગ ઉનની તબિયત ખરાબ હોવાના અહેવાલો બાદ કિમ યો જોંગ ખુબ સક્રિય થઈ ગયા છે. જો કિમ જોંગ ઉનને લઈને દુનિયામાં ફેલાયેલા રિપોર્ટ્સ સાચા સાબિત થયા તો ઉત્તર કોરિયાની કમાન તાનાશાહ કિમ જોંગ ઉનના બહેન સંભાળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.