કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈ 2021 સુધી DA નહી અપાય

દેશમાં કોરોના સંકટના પગલે ઈકોનોમી પણ બીમાર પડી ચુકી છે ત્યારે ગુરુવારે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.

જે પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળનારા ડીએ પર 1 જુલાઈ 2021 સુધી રોક લગાવી દેવાઈ છે. નાણા મંત્રાલયે કરેલી જાહેરાત પ્રમાણે વર્તમાન કર્મચારીઓ અથવા પેન્શન મેળવતા કર્મચારીઓને ડીએની રકમ હી અપાય. ઉપરાંત 1 જુલાઈ 2020ના રોજ જે એડિશનલ ડીએ મળવાનુ છે તે પણ નહી મળે.

સરકાર આવી ઘણી યોજનાઓ પર કાપ મુકી રહી છે. દેશના સંરક્ષણ બજેટમાં પણ કાપ મુકવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં નવી ડિફેન્સ ડિલ પર રોક લગાવવાની પણ વાત છે.

આ પહેલા સરકાર પીએમ, રાષ્ટ્રપતિ, સાંસદ અને મંત્રીઓની સેલેરીમાં 30 ટકાનો કાપ મુકવાનુ એલાન કરી ચુકી છે. સાંસદોના ફંડ પર પણ બે વર્ષમાટે બ્રેક મારી દેવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.