બલિનો બકરોઃ ચીનની કોરોના વેક્સિનની ટ્રાયલ પાકિસ્તાનીઓ પર

 

કોરોનાની સારવાર માટે ચીને શોધેલી એક વેક્સિનની ટ્રાયલ આગામી ત્રણ મહિના માટે પાકિસ્તાનમાં થશે. આ માટે બંને દેશો વચ્ચે એક કરાર પણ થયા છે.

કોઈ પણ રસીને માર્કેટમાં મુકતા પહેલા તેનુ માણસો પર પરિક્ષણ બહુ જરુરી બને છે. ચીને આ માટે પાકિસ્તાન પર પસંદગી ઉતારી છે. જેથી ભૂલેચુકે વેક્સિનની આડઅસર થાય તો પણ બલિનો બકરો પાકિસ્તાની નાગરિકો જ બને.એમ પણ ક્લિનિકલ ટ્રાયલ બહુ જોખમી તબક્કો ગણાતો હોય છે.

ચીનની વેક્સિનની ટ્રાયલની વાતને સમર્થન આપ્યુ છે.

આ રસીનુ 16 માર્ચથી ચીનના વુહાનમાં પરીક્ષણ ચાલી રહ્યુ છે. જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનો ચીનના સંસોધકોનો દાવો છે. સંશોધકોએ કહ્યુ હતુ કે, અન્ય દેશમાં તેની ટ્રાયલ થાય તે જરુરી છે.જેથી તેની અસરનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.