ગુજરાતના આ મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો, જાણો વિગત

કોરોનાના કેસોમાં સતત વધારો થવાના કારણે દેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું હતું અને રાજ્યમાં વધતા જતા કેસોના કારણે અમદાવાદ, સુરત અને રાજકોટને હોટસ્પોટ જાહેર કરાઈને કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું. હવે આજથી ગુજરાતના આ ત્રણેય મહાનગરોમાંથી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. જો કે લોકડાઉનનો અમલ પહેલાની જેમ જ કરવામાં આવશે.

અમદાવાદમાં પણ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે પણ લોકડાઉન 3 મે સુધી યથાવત રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2624 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં સૌથી વધુ 1652 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જયારે સુરતમાં 456 કેસ નોંધાયા છે. અને વડોદરામાં 218 કેસ નોંધાયા છે.

કર્ફ્યુ હટાવી લેવાતા હવે રસ્તા પર પોલીસ જવાનોની સંખ્યા પણ પહેલા કરતા ઓછી જોવા મળશે અને સ્થાનિકો પણ રસ્તા પર અવરજવર કરતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.