ભારતે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના નિયમોને સખ્ત કરવાનો નિર્ણય કર્યો તો પાડોશી દેશ ચીન ભડકયું. ભારતે આ પગલું એટલા માટે ઉઠાવ્યું હતું કે જેથી કરીને કોરોના સંકટનો ફાયદો ઉઠાવતા ચીન નબળી ભારતીય કંપનીઓનું મર્જર ના કરી શકે. ભારતમાં એફડીઆઈના નિયમોમાં ફેરફારને લઇ ચીને નારાજગી વ્યકત કરી હતી. ચીને કહ્યું કે આ નિર્ણય વિશ્વ વ્યાપાર સંગઠનના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે.
FDIના નવા નિયમોની અંતર્ગત હવે ભારતની સરહદ સાથે જોડાયેલા કોઇપણ દેશના નાગરિક કે કંપનીના રોકાણ પહેલાં સરકારની મંજૂરી લેવી પડશે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો/કંપનીઓને જ મંજૂરીની જરૂર પડતી હતી. ભારતની પહેલાં ચીની કંપનીઓને રોકવા માટે કેટલાંય બીજા દેશોએ પહેલાં જ એફડીઆઈના નિયમોને આકરા કરી દીધા છે.
એફડીઆઈના નિયમોમાં ફેરફાર બાદ નવી દિલ્હીમાં ચીની દૂતાવાસના પ્રવકતાએ કહ્યું હતું કે અમને આશા છે કે ભારત પોતાના ભેદભાવ વાળી નીતિમાં સંશોધન કરશે અને અલગ-અલગ દેશોના રોકાણ માટે એક જ પ્રકારના નિયમ બનાવશે. તેની સાથે જ ભારત પોતાને ત્યાં ખુલ્લા, પારદર્શી અને પ્રતિસ્પર્ધાત્મક વેપારનો માહોલ તૈયાર કરશે.
આ બધાની વચ્ચે ચીનની સરકારના મુખપત્ર કહેવાતા સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક લેખ લખ્યો છે જેમાં ભારતને ધમકી આપવાની કોશિષ કરી છે. તેમાં લખ્યું છે કે ચીનના વર્કફોર્સને શુક્રિયા, હવે દેશ પોતાના માટે અને આખી દુનિયા માટે મેડિકલ સપ્લાય કરવામાં સક્ષમ છે. જો કે ભારત સરકારે આ તથ્યને નજરઅંદાજ કરી દીધો છે અને વિદેશી રોકાણના નિયમોને સખ્ત કરવા માટે કોરોના સંકટને કારણ બતાવી દીધું. ભારત મેડિકલ સપ્લાય માટે કેટલીક હદ સુધી ચીન પર નિર્ભર છે અને ભારતીય કંપનીઓના કથિત અવસરવાદી અધિગ્રહણને રોકાવાની કોશિષ સંકટના સમયમાં સપ્લાય મેળવવામાં તેના માટે મુશ્કેલી જ ઉભી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.