કોરોના સામે જંગ, મોદીએ ગામડાંના કર્યા વખાણ, વિડીયો કોન્ફેરન્સમાં આ મોટી વાતો કહી- જાણો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના સરપંચો સાથે વાતચીત કરી અને સાથે જ ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનું ઉદઘાટન પણ કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દરમ્યાન દેશભરના સરપંચો સાથે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું – એક સમય એવો હતો કે જયારે દેશની સો કરતા પણ ઓછી પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે 1.25 લાખથી વધુ પંચાયતો સુધી બ્રોડબેન્ડ પહોંચી ગયું છે. એટલું જ નહીં, ગામડાઓમાં સામાન્ય સેવા કેન્દ્રોની સંખ્યા પણ ત્રણ લાખને વટાવી ગઈ છે.

પીએમએ કહ્યું કે, કોરોના સંકટે આપણને તેનો સૌથી મોટો સંદેશ, સૌથી મોટો પાઠ આપ્યો છે કે આપણે સ્વનિર્ભર બનવું પડશે. ગામો તેમની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બન્યા, પોતાના સ્તરે જિલ્લો, રાજ્ય અને તે જ રીતે આખો દેશ કેવી રીતે આત્મનિર્ભર બને, હવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. પીએમએ કહ્યું, કોરોનાએ આપણા બધાની કાર્ય કરવાની રીત બદલી નાખી છે. પહેલાં અમે કોઈ આયોજન માટે રૂબરૂ મળતા હતા, પરંતુ આજે એ જ આયોજન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સન્માન અને એવોર્ડ મેળવનારા સરપંચોને હું અભિનંદન આપું છું.

વડા પ્રધાન મોદીએ કહ્યું – આટલું મોટું સંકટ આવી ગયું, આટલું મોટું વૈશ્વિક રોગચાળો આવ્યો, પરંતુ આ 2-3 મહિનામાં આપણે એ પણ જોયું છે કે ભારતનો નાગરિક, મર્યાદિત સંસાધનોની વચ્ચે, અનેક મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે તેમની સાથે ટકરાઈ રહ્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું – તમે બધાએ વિશ્વને ‘બે ગજ દૂરી’નો મંત્ર આપ્યો છે. આ મંત્રના પાલન પર ગામડાઓમાં ઘણું ધ્યાન અપાઈ રહ્યું છે. આ તમારા જ પ્રયત્નો છે કે આજે વિશ્વમાં ચર્ચા થઇ રહી છે કે ભારતે કોરોનાને કેવી રીતે જવાબ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.