ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં એક યુવકને કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલો છે. આ યુવક મૂળ ખંભાતનો છે અને લોકડાઉન સમયે તે અમદાવાદમાં તેના સંબંધી પાસે રહેતો હતો. આ યુવક તેના મિત્ર વર્તુળ સાથે અમદાવાદના ક્વોરન્ટાઇન વિસ્તારમાં દવાના છંટકાવનું સેવાનું કામ કરતો હતો.
આ સમયે તેણે તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, તે પોઝિટિવ આવ્યો હતો. જો કે તેના મિત્રોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા બાદ એમસીઆઈની ટીમે તેના ઘરને સીલ મારી દીધું છે અને આ યુવકને સારવાર અર્થે સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યો છે. યુવકનો આક્ષેપ છે કે રિપોર્ટમાં માત્ર તેનું નામ છે.
બીજી તમામ વિગતો જેવી કે સરનામું, ઉંમર, મોબાઇલ નંબર કોઈ અન્ય વ્યક્તિના છે. આ અંગે સત્તાધીશોને અનેક રજૂઆતો કરી કે તેનો કોરોના રિપોર્ટ ફ્રીવાર લેવામાં આવે. જો કે કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપતું નથી. ડોક્ટર્સ કહે છે કે હવે પછીનો રિપોર્ટ નવ દિવસ બાદ કરવામાં આવશે અને ત્યાર બાદ જ આગળની કામગીરી કરવામાં આવશે.
આ ચિંતાતુર યુવકે ડોક્ટર સમક્ષ સવાલ ઊભો કર્યો છે કે, માનો કે તે કોરોના પોઝિટિવ નથી. પરંતુ આ દર્દીઓ વચ્ચે રહીને તેનો ચેપ તેને લાગશે, તો જવાબદાર કોણ બનશે? આ યુવક વડોદરામાં એર હોસ્ટેસની તાલીમના ક્લાસ કરતો હતો. મહત્ત્વનું છે કે આ યુવકના દાખલ થયા પહેલા સમરસ હોસ્ટેલમાં શરૂઆતમાં તેના જ નામનો એક અન્ય વ્યક્તિ પણ અહીં સારવાર લઈ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.