ગુજરાત અને યુપી જેવા રાજ્યોએ તો રાજસ્થાનના કોટામાં ફસાયેલા પોતાના રાજ્યોના વિદ્યાર્થીઓને અલાયદી વ્યવસ્થા કરીને પાછા બોલાવી લીધા છે પણ બિહાર સરકારે વિદ્યાર્થીઓને પાછા નહી બોલાવવાની જાણે જીદ પકડી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના પગલે દેશના કોચિંગ ક્લાસીસનુ હબ ગણાતા કોટામાં વિવિધ રાજ્યોના 40000 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જેમાં બિહારના હજારો વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
બીજા રાજ્યો જ્યારે વિદ્યાર્થીઓને પાછા લાવી રહ્યા છે ત્યારે બિહારના વિદ્યાર્થીઓએ પોતાની સરકારને ઘરે પાછા આવવા માટે વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો ભૂખહડતાલ પર પણ ઉતર્યા છે.
સીએમ નીતિશ કુમારનુ કહેવુ છે કે, કોટામાં ફસાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ સાધન સંપન્ન ઘરના છે. તેમને કોઈ તકલીફ નથી.જો તેમને બોલાવવા પડે તો બિહારથી દુર ફસાયેલા ગરીબોનો પણ પાછા લાવવા જોઈએ નહીતર તેમની સાથે અન્યાય થશે.
કોટાથી 18000 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જઈ ચુક્યા છે. જેમાં ગુજરાતના પણ 350 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. આ સિવાય યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો પણ પોતાના વિદ્યાર્થીઓને ઘરે લાવી ચુક્યા છે. આજે હરિયાણા અને રાજસ્થાનના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાછા જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.