આ કેદીને સજા માફી તો મળી પણ ઘરે જવાના પૈસા નહોતા,જેલના ACPએ કરી મદદ

જેલમુક્ત થયેલા કેદીઓને ઘરે જવાનુ ભાડુ,ગાંધીજી વિશે જાણકારી આપી અને પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિતે (2 ઑક્ટોબર) કેદીઓને સજા માફી કરી જેલમુક્ત કર્યા છે. રાજ્ય સરકારે કુલ 158 કેદીઓને અલગ-અલગ જેલમાંથી મુક્ત કર્યા છે.

જોકે, અકસ્માત અને ચોરીના ગુનામાં એક વર્ષની સજા ભોગવી રહેલા રાહૂલ પરમાર નામના કેદની મુક્તિ તો મળી હતી પણ તેને પાછા ઘરે જવા માટે ભાડું પણ નહોતું.

આ ઘટનાની જાણ થતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ડી.વી.રાણાએ માનવતા દાખવી રાહુલ પરમારને ઘરે જવાના ભાડાના પૈસા આપ્યા હતા.

અમદાવાદની સાબરમતી જેલમાંથી 24 કેદીઓને પણ ગાંધી જયંતિ નિમિત્તે મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કેદીઓમાં મોટા ભાગે ભરણ પોષણ,મારામારી, ચોરીના ગુન્હામાં જેલમાં સજા કાપી રહ્યા હતા. આ કેદીઓમાં જેમણે 66 ટકા સજા પુરી કરી હોય તેવા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

જેલમુક્ત થયેલા કેદીઓને ગાંધીજી વિશે જાણકારી આપી અને પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.