કોરોના ને લઈને પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને પુછ્યા સવાલ, કઈ લેબમાં રોજ કેટલા થાય છે કોરોના ટેસ્ટ

 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના ટેસ્ટ અંગે પાદરદર્શકતા રાખવી જરૂરી છે અને જો પોઝિટીવ કેસના આંકટા છુપાવવામાં આવશે તો તે ઘાતક પુરવાર થઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે, કોવિડ- 19ના સંક્રમણને ફેલાતો રોકવા ટેસ્ટિંગ જ એકમાત્ર ઉપાય છે અને આ જીવલેણ રોગ સામે વિશ્વએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે.

પ્રિયંકાએ હિન્દીમાં એક ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘કેટલાક લોકો યુપીમાં કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કોરોના વાયરસ સામેની જંગમાં પારદર્શકતા સૌથી મોટી બાબત છે. સરકાર તેમજ સમગ્ર સમાજ સાથે મળીને આ મહામારીને હરાવી શકે છે. આ સંદર્ભમાં હું કેટલાક સુચનો આપું છું.’ વિતેલા બે દિવસથી ઉત્તર પ્રદેશમાં ટેસ્ટિંગ નથી થઈ રહ્યું જેથી રાજ્યમાં મોટાપાયે ટેસ્ટિંગ ફરી શરૂ થવું જોઈએ અને આ બાબતે પારદર્શકતા અપનાવવી જોઈએ. ડેટા છૂપાવવા ઘાતક સાબિત થઈ શકે છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં આવેલી લેબમાં દૈનિક કેટલા ટેસ્ટ હાથ ધરવામાં આવે છે તેની વિગતો પણ જાહેર કરવી જોઈએ. કોરોના વાયરસના પુલ સેમ્પલનુ ટેસ્ટિંગ કરતી વખતે તમામ ગાઈડલાઈનનું પાલન પણ થવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ પુલ સેમ્પલ ટેસ્ટિંગ માટે ગાઈડલાઈન બનાવી છે જો તેનું પાલન કરવામાં ના આવે તો તે નુકસાનકારક નિવડી શકે છે.

કોરન્ટાઈન સેન્ટર પર ડબલ્યુએચઓની ગાઈડલાઈનનું પાલન થાય તે મહત્વનું છે અને રાજ્ય સરકારે આવા કેન્દ્રો પર જમવાની વ્યવસ્થા તેમજ સ્વચ્છતાનો રિપોર્ટ આપવો જોઈએ. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, યુપી સરકારે કોરન્ટાઈનનો ગાળો પુરો કરીને ઘરે પરત ફરેલા લોકોના ટેસ્ટ અંગેની યોજના વિશે લોકોને માહિતી આપવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.