બ્રાઝીલમાં હવે કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યાં જ સંક્રમિત લોકોની સંખ્યા 54,043 થઈ ચુકી છે અને 3700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે બ્રાઝીલની આબાદી ફક્ત 21 કરોડ છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર લેટિન અમેરિકાનો સૌથી મોટો દેશ કોરોના વાઈરસનું નવું હોટસ્પોટ બની શકે છે. સંક્રમિત લોકોના કેસ વધવાના કારણે અહીં હેલ્થ સિસ્ટમના ઠપ પડવાનો ખતરો પણ ઉભો થઈ ગયો છે.
કોરોનાને ગંભીરતાથી ન લેવાનો આરોપ
બ્રાઝીલના રાષ્ટ્રપતિ પર એવો આરોપ લાગ્યો છે કે તેમણે કોરોનાને ગંભીરતાથી નથી લીધો. રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ કોરોનાને મામુલી ફ્લૂ જેવી બિમારી ગણાવી હતી. ત્યાં જ બ્રાઝીલના મનોસ નામનું શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પહેલા જ્યાં રોજ 20થી 30 મોત થઈ રહી હતી ત્યાં હવે કોરોનાના કારણે રોજ 100થી વધુ મોત થઈ રહી છે.
રોજ હજારોની સંખ્યામાં કોરોનાથી મોતને આપ્યું આ નામ
રોજ હજારોની સંખ્યામાં મોત થવા પર મનોસના મેયર વર્જિલિઓ નેતાએ તેને હોરર ફિલ્મનું દ્રશ્ય ગણાવ્યું છે. શહેરમાં સામુહિક કબ્રસ્તાન તૈયાર કરવામાં આવ્યા છે જેથી મોટી સંખ્યામાં મૃત લોકોને દફનાવી શકાય. બ્રાઝીલના મનોસ શહેરમાં ડેથ રેટ દેશમાં સૌથી વધુ છે. મેયરે એવો પણ ડર જતાવ્યો છે કે ક્યાંક લોકોના ઘરોમાં જ મોત ન થઈ જાય અને અન્ય મેડિકલ કેયર નથી મળી શકી. એવામાં મોતના અસલ આંકડા વધુ હોઈ શકે છે.
મનોસ શહેર બ્રાઝીલના એમેઝોન રાજ્યમાં છે. કોરોના વાઈરસના કારણે અહીં રહેનાર જનજાતિઓ પર પણ ખતરો છે. તમને જણાવી દઈએ કે શનિવાર સાંજ સુધીમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 28 લાખ 22 હજારથી વધુ થઈ ચુકી છે. ત્યાં જ એક લાખ 97 હજારથી વધુ લોકોની મોત પણ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.