લૉકડાઉને બદલી નાખી દુનિયાની આ તસવીરો, માની ન શકાય તેવા થયા ફેરફારો

કોરોના વાયરસે દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન કરાવી દીધું છે. કોરોના, એ વાયરસ જેની શરૂઆત ચીનથી થઈ. એક-એક કરીને આ વાયરસે દુનિયાના અનેક દેશોને પોતાની ઝપેટમાં લીધા. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે દુનિયાનો કદાચ જ કોઈ એવો ભાગ હશે, જ્યાં તેનો કહેર ન જોવા મળે. કોરોનાએ 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જલ્દી જ મોતનો આંકડો 2 લાખને પાર કરી જશે. ભારતમાં 25 માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એટલે કે એક મહિનામાં એક અહેવાલ આવ્યો છે કે ગંગાનું પાણી પીવાલાયક શુદ્ધ થઈ ગયું છે, તો સમજી શકાય છે કે માણસો ઘરમાં બંધ રહેતા પ્રકૃતિને કેટલો ફાયદો થયો છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે, ભારત સહિત દુનિયાએ લૉકડાઉનમાં શું ફેરફારો જોયા છે… ઉપરની તસવીરમાં બેંગલુરુની વૃષભવથી નદી પહેલા ફેક્ટરીમાંથી નીકળેલા ગંદા પાણીના કારણે ફીણથી ભરેલી રહેતી હતી. પરંતુ હવે વર્ષો બાદ લોકોએ આ નદીના પાણીને સાફ જોયું છે.

લૉસ એન્જિલિસની વાત કરીએ તો, લૉકડાઉને અહીંની હવાને ખૂબ જ સાફ કરી દીધી છે. પહેલા ગાડીઓના ધુમાડાના કારણે શહેરનો નજારો ધુંધળો દેખાતો હતો પરંતુ હવે બધુ સાફ-સાફ નજર આવે છે.

હરિદ્વારને ધર્મના નામ પર ગંદુ કરી દેવામાં આવ્યું. દુનિયાના અનેક પર્યટકો અહીં આવતા હતા અને રસ્તા પર ગાડીઓ જ ગાડીઓ જોવા મળતી હતી. લૉકડાઉનમાં અહીંના રસ્તા ખાલી થઈ ગયા અને સાબર હરણની એક પ્રજાતિ ફરતી નજરે પડી.

માયાનગરી મુંબઈ, જ્યાં રસ્તો ક્રોસ કરવો પણ અઘરો છે. ત્યાંના જેજે ફ્લાઈઑવર પર પહેલા ગાડીઓ જ નજરે પડતી હતી પરંતુ હવે અહીં મોર નજરે પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.