પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. ત્યાર બાદ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે.
02 Oct 2019, 5:24 PM ISTએરપોર્ટ પર ગુજરાતના લોકનૃત્ય ગરબા કરીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓ ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી પીએમ મોદીને આવકારશે.
02 Oct 2019, 5:23 PM ISTએરપોર્ટ સર્કલ સુધી પીએમ મોદીનાં અમેરિકા પ્રવાસની તસવીરો દર્શાવતી વોલ બનાવવામાં આવી છે.
02 Oct 2019, 5:20 PM ISTહાઉડી મોદી, અમેરિકાનો પ્રવાસ, 370 જેવા મુદ્દાઓને લઈ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે.
02 Oct 2019, 5:20 PM ISTએરપોર્ટ પર પીએમ મોદીનો અભિવાદન સમારંભ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ પૂર્વના સંસદ એચ એસ પટેલ , ધારાસભ્ય વલ્લભ કાકડિયા , આઇકે જાડેજા , ભરત પંડ્યા , સીકે પટેલ , જગદીશ પંચાલ સહિતના નેતાઓ કાર્યક્રમ માં હાજર રહેશે.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિતે વડાપ્રધાન 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. ત્યાર બાદ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. આ સિવાય સાબરમતી રીવરફ્રન્ટ-અમદાવાદ ખાતે 20 હજારથી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલનને સંબોધન કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.