જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરો : પોલીસ વડા શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિયમિત રીતે રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપે છે.  આજે તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉકડાઉન તોડશે તો કાર્યવાહી થશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે.

તેમણે લોકોને ભીડ એકઠી ન કરવા ચીમકી આપી છે અને કહ્યું કે જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.