મહારાષ્ટ્રમાં કોરોનાનાં 80 ટકા દર્દીઓમાં કોઇ લક્ષણો જ જોવા નથી મળતા : CM ઉધ્ધવ ઠાકરે

દેશમાં કોરોના વાયરસનાં ફેલાવામાં તથા તેનો ભોગ બનનારાઓમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી ટોચ પર છે. રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો ચિંતાનો વિષય બની ગયો એવામાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ વિષયને વધારે ગંભીર બનાવતી માહિતી આપી છે.

તેમના જણાવ્યા મુજબ રાજ્યના કુલ કેસો પૈકી 80 ટકા કેસો એવા છે જેમનામાં બીમારીના કોઇ લક્ષણો જોવા નથી મળ્યા અને કોરોના પોઝિટીવ આવ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગંભીર બાબત એ છે કે મહારાષ્ટ્રમાં કોરોનના કેસો સતત વધીને સાત હજારને પાર થયા છે જે તમામ રાજ્યોમાં સૌથી વધુ આંકડો છે.

મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યુ કે મહારાષ્ટ્રમાં કોરોનાના 80 ટકા દર્દીમાં કોરોના બીમારીના કોઇ લક્ષણો મળ્યા નથી, જ્યારે બાકીના 20 ટકા કેસોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.

હવે આ પ્રકારના કોરોનાગ્રસ્ત દર્દીઓ ઠાકરે સરકાર માટે પડકાર બની ગયા છે કારણ કે લક્ષણો વગરના દર્દીઓની સારવાર કરવી મુશ્કેલીભર્યુ છે.સીએમ ઠાકરેએ કોરોના સામેની જંગમાં બે પોલીસ કર્મચારીઓના બલિદાન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દુખ વ્યક્ત કર્યુ હતું.

અહીંના એક સુપ્રસિદ્ધ ચિકિત્સક મુજબ દર્દીઓમાં લક્ષણો ન દેખાવા એ ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે દર્દીઓને આળખવા મુશ્કેલી બની રહ્યુ છે અને તેનાથી સંક્રમણ વધારે ફેલાવાના સંભાવનો પણ વધી જાય છે.તેમના મુજબ ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે કોરોના વાયરસના લક્ષણો જલ્દીથી દેખાતા નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અહીં કુલ કેસનો આકંડો 7628 છે, અત્યાર સુધી 323 લોકોના મોત નીપજ્યા છે. કેસના આંકડા અને મૃત્યુદરમાં મહારાષ્ટ્ર દેશના તમામ રાજ્યો કરતા ચિંતાજનક સ્થિતિમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.