વોટ્સએપ પર એક નવી સુવિધા આવી રહી છે, જેમાં યૂઝર સમય સેટ કરી શકે છે કે મોકલેલો મસેજ ઓટોમેટિક કેટલા ટાઇમમાં ડિલીટ થઇ જાય.
વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર માટે ખૂબ જ ઉપયોગી સુવિધા આપશે. મળતી માહિતી મુજબ, કંપની આવી સુવિધા પર કામ કરી રહી છે, જેના દ્વારા મોકલેલા મેસેજ ચોક્કસ સમય પછી ઓટોમેટિક ડિલીટ થઇ જશે. WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુવિધાનું નામ ‘Disappering Message’ છે.
જેમા ફીચરના નામથી ખબર પડે છે, કે આ સુવિધાથી મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. અત્યારે આ સુવિધા આલ્ફા સ્ટેજમાં છે, એટલે કે, વોટ્સએપે હમણાં જ તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ સુવિધાના રોલઆઉટ પછી યૂઝર તેમની ગ્રુપ માહિતી પર જઈને ‘Disappearing’ વિકલ્પ પસંદ કરી શકે છે. આને પસંદ કરવા પર, તેઓને On અને ઓફ સાથે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળશે.
બે વિકલ્પો છે, પ્રથમ 5 સેકંડ અને બીજો 1 કલાક. તેથી જો તમે 5 સેકંડ પસંદ કરો છો, તો મોકલેલો મેસેજ 5 સેકંડ પછી ઓટોમેટિક ડ઼િલીટ થઇ જશે . ખાસ વાત એ છે કે મસેજ ડિલિટ થઇ ગયા પછી, મેસેજનો કોઈ ટ્રેક રહેશે નહીં.
ઉદાહરણ તરીકે, હાલમાં દરેક માટે ‘Delete for everyone’ સુવિધા છે. ત્યારબાદ ચેટમાં દેખાઇ છે કે ‘This message has been deleted’ આ રિસીવરને ખબર પડે છે કે કોઇ મેસેજ હતો, જે મોકલનારે ડિલીટ કરી દીધો છે. આવનાર નવી સુવિધામાં મેસેજ ડિલીટ કર્યા બાદ નહીં દેખાઇ કે કોઇએ મેસેજ કરીને ડિલીટ કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.