- કોરોનાની રેપિડ ટેસ્ટ દેશમાં કોરોના વાઇરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. બીજી તરફ તેની સામે લવડા માટે સૌથી વધારે જરુરિયાત ટેસ્ટિંગ અને કીટની છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચને ઊંચા ભાવે કીટ વેચવામાં આવી છે. કોંગ્રેસ સિનિયર નેતા રાહુલ ગાંધી તેના પર કેનદ્ર સરકારને આડે હાથ લીધા છે.
સોમવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે, જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ફાયદો કમાવથી પાછળ નથી હટી રહ્યા. આ ભ્રષ્ટ માનસિકતા પર શરમ આવે છે. ધૃણા થાય છે.
અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાસે માંગ કરીએ છીએ કે આ નફાખોરો સામે ઝડપી અને કડક પગલા ભરવામાં આવે. દેશ તેમને માફ નહીં કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.