દેશમાં કોરોનાના સૌથી વધુ કેસઃ અમદાવાદ બીજા, સુરત આઠમાં સ્થાને

મુંબઇમાં સૌથી વધુ 5407 કેસ, અમદાવાદમાં 2181, સુરતમાં 526

 

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે 28 હજારને પાર થઇ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસના 40.48 ટકા તો માત્ર મહારાષ્ટ્ર-ગુજરાતમાંથી જ નોંધાયા છે. દેશના જે પણ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેના ટોપ-10માં હવે ગુજરાતમાંથી અમદાવાદ ઉપરાંત સુરતનો પણ સમાવેશ થઇ ગયો છે.

દેશના જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મુંબઇ 5407 સાથે મોખરે, અમદાવાદ 2181 સાથે બીજા, ઇન્દોર 1176સાથે ત્રીજા જ્યારે પૂણે 1052 સાથે ચોથા સ્થાને છે. આમ, દેશના ચાર જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1 હજારને પાર થયો છે. આ સિવાય જયપુર 827 કેસ સાથે પાંચમાં, થાણે 738 કેસ સાથે છઠ્ઠા, ચેન્નાઇ 528 સાથે સાતમાં, સુરત 526 સાથે આઠમાં જ્યારે ભોપાલ 415 સાથે નવમાં સ્થાને છે.

ગુજરાતમાં કોરોના કુલ જે કેસ નોંધાયા છે તેમાંથી 65 ટકા અમદાવાદમાં, 16 ટકા સુરતમાં, 8 ટકા વડોદરામાં નોંધાયા છે. આમ, ગુજરાતના મહાનગરોમાં જ કેસનું પ્રમાણ વધુ છે. હજુ અમરેલી-દેવભૂમિ દ્વારકા-જૂનાગઢ એમ 3 જિલ્લામાં કોરાનાનો પગપેસારો થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.