લૉકડાઉન બાદ આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખજો, કમિશનરે આપ્યો સંકેત

ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, એમાં પણ રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ધીરે-ધીરે વધી રહી છે. સાથે જ તેમને જણાવ્યું હતું કે લૉકડાઉન ખુલ્યા બાદ સિનિયર સિટિજન તેમજ હાર્ટ, ડાયાબિટિસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય એવા લોકોનું ખાસ ધ્યાન રાખવું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે યુવાનો અને એવી વ્યક્તિઓ કે જેમને બીજી કોઈ બીમારી ન હતી, એવા લોકો કોરોનાને આસાનીથી માત આપી રહયા છે. સાથે જ ગંભીર બીમારી ધરાવતા લોકોને ઘરોની બહાર ન નીકળવા અપીલ કરી છે. કારણ કે વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે કોરોના ઘાતક બની રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે હવે આઠ દિવસમાં કોરોનાના કેસ ડબલ થઇ શકે છે, લોકડાઉનનો સીધો જ ફાયદો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 22 હજારથી વધુ ટેસ્ટ થઇ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે.

– જાહેરમાં માસ્ક પહેરવું

– દુકાનોમાં રાખવા પડશે સેનિટાઇઝર

– જાહેરમાં થૂંકવા પર થશે દંડ

– ખાનગી વાહનોમાં મુસાફરી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.