મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે રીક્ષાચાલકોની હડતાલ, બે લાખ રીક્ષા ચાલકો થશે સામેલ

કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં રાજ્ય સરકારના સુધારા છતાં રીક્ષા ચાલકોમાં રોષ છે અને આકરા દંડની જોગવાઈ પરત ખેંચવાની માંગ સાથે રીક્ષાચાલકોએ આજના દિવસે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેથી અમદાવાદમાં આજે અંદાજે બે લાખ રીક્ષાઓ હડતાલમાં સામેલ થશે અને તેથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટર વ્હિકલ એક્ટમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ  બદલ દંડમાં 400થી 900 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પરત લેવા માટે ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.